સિકલ સેલ

સિકલ સેલ એટલે શું ?
શરીર માં રક્તકણ ગોળા કાર માંથી દાંતરડા આકારમાં ફેરવાઈ જાય છે તે બીમારીને સિકલ સેલ કહેવામાં આવે છે.

સિકલ સેલ એનિમિયા એટલે શું ?
શરીરમાં દાંતરડા જેવા રક્તકણ ને લીધે હિમોગ્લોબિન ઓછું થવાથી જે પરિસ્થિતિ ઉધભવે છે તેને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે છે.આ લોહીનો વારસાગત રોગ છે. મોટે ભાગે આદિવાસી સમાજમાં જોવા મળે છે પરંતુ થોડા સમયથી આ રોગ બીજા સમાજમાં પ્રસરતો જોવા મળ્યો છે.ગુજરાતમાં અંદાજે 20 થી 30 % આદિવાસી સમાજમાં જોવા મળે છે.

સિકલ સેલ ના પ્રકાર કેટલા ?
1) સિકલ સેલ ટ્રેટ(વાહક 50%)
2) સિકલ સેલ ડીઝીઝ(100% ખામી)

સિકલ સેલના પ્રકાર જાણવા માટે કરવામાં આવતા લોહીના ટેસ્ટ
1 SICKLING TEST
આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમને સિકલ સેલ ની બીમારી છે કે નથી. આ ટેસ્ટ મોટે ભાગે ગુજરાતની દરેક આદિવાસી વિસ્તારના સરકારી દવાખાના કે હોસ્પિટલો(CHC,PHC,DISTRICT HOSPITAL) માં મફત કરી આપવામાં આવે છે.અને પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ અંદાજે 100 Rs ની કિંમતમાં કરી આપવામાં આવે છે.દરેક આદિવાસી સમાજના લોકોએ અને આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોએ આ ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ.

2 HB ELECTROPHORESIS TEST(HPLC)

આ ટેસ્ટ સિકલિંગ ટેસ્ટ પોઝિટીવ આવે તેવા લોકો ને કરવામાં આવે છે.આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમને સિકલ સેલ ટ્રેટ છે કે સિકલ સેલ ડીઝીઝ છે.આ ટેસ્ટ મોટી હોસ્પિટલો કે જિલ્લાની સરકારી હોસ્પિટલો માં કરવામાં આવે છે.આ ટેસ્ટની કિંમત અંદાજે 500 થી 600 Rs જેટલી થાઈ છે.આ ટેસ્ટ ઘણોજ મહ્ત્વનો છે કારણ કે આ ટેસ્ટથીજ તમને સિકલ સેલની વીશેની ચોક્કસ માહિતી મળશે.

સિકલ સેલ એનિમિયાના લક્ષણો.
ફિક્કાસ આવવી
થાક લાગવો
વારે વારે બીમાર પડવું
કમળો થવો
પેટ ફૂલવુ કે દુખાવો થવો
બરોળ મોટી થવી
સાંધામાં દુખાવો થવો કે સોજો આવવો
હાથ કે પગમાં દુખાવો થવો
આ સિવાય બીજી ઘણી બધી શારિરીક તકલીફો થઈ શકે છે.

સિકલ સેલ ટ્રેટ (50 % વાહક)
સિકલ સેલ ટ્રેટ ધરાવતા લોક ને મૉટે ભાગે કોઈ પણ જાતના શારીરિક લક્ષણો જોવા મળતા નથી. એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી શકે છે.કોઈ પણ જાતની દવા લેવાની જરૂર પડતી નથી.આવી વ્યક્તિએ લગ્ન કરતી વખતે ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે.આવી વ્યક્તિ એક નોર્મલ વ્યક્તિ જોડે લગ્ન કરેતો વધારે સાનુકૂળ જીવન જીવી શકે કારણ કે આ લોકોથી જે બાળકો પેદા થશે તે બાળકોમાં સિકલ સેલ ડિઝીઝ થવાની શક્યતા હોતી નથી.

સિકલ સેલ ડિઝીઝ( 100% ખામી) અથવા સિકલ સેલ એનિમિયા
માતા અને પિતા બંન્ને માંથી જયારે ખામીયુક્ત રંગસૂત્રો મળે તો સિકલ સેલ ડિઝીઝ થાઈ.આવા દર્દીઓનું પ્રમાણ દર 100 વ્યક્તિએ 2 કે 3 નું હોઈ છે( આદિવાસીઓમાં મુખત્યેવે)

કાયમ સારવારની જરૂર પડે.
લગ્ન હંમેશા નોર્મલ વ્યક્તિ જોડેજ કરવા.
નિયમીત દવા લેવી
મલેરિયા ના થાઈ તેની ખાસ કાળજી રાખવી
દરેક ઋતુમાં શરીરની કાળજી રાખવી.
Tab Folic Acid ની ગોળી દરોજ લેવી
Tab Hydroxyurea ની ગોળી જો ડૉક્ટર શ્રી એ લેવાની સલાહ આપી હોઈ તો જરૂંરથી લેવી.
હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ અને સારવાર લેવી
  

© Copyright 2023 Sicklecellawareness - All Rights Reserved